Posts

Showing posts from April, 2022

તને અને મને

Image
  તને તારી સાહેબી મુબારક, મને મારી લાચારી મુબારક, તને તારો ગુસ્સો મુબારક, મને મારો વટ મુબારક, તને તારા સુખ મુબારક, મને મારા કષ્ટો મુબારક, તને તારા દંભ મુબારક, મને મારી ખુમારી મુબારક, તને તારું પૌરુષત્વ, મને મારું સ્ત્રીત્વ મુબારક, તને તારો દસકો મુબારક, મને મારો લૂખો રોટલો મુબારક, તને તારી બાપ કમાઈ મુબારક, મને મારી આપ કમાઈ મુબારક, તને તારું છીછરાપણું મુબારક, મને મારી ઊંડાઈ મુબારક, તને તારી પરિપક્વતા મુબારક, મને મારું બાળપણ મુબારક, તને તારો અહંકાર મુબારક, મને મારો અસબાબ મુબારક, તને તારું હાજરજવાબીપણું મુબારક, મને મારું મૌન મુબારક, તને લોકો નું ઘોડાપુર મુબારક, મને મારી એકલતા મુબારક, તને તારી ખોટી પ્રતિષ્ઠા મુબારક, મને મારું અનામીપણુ મુબારક, તને તારો ક્ષણિક  પ્રેમ મુબારક, મને મારી તારા પ્રત્યે ની નિઃસ્વાર્થ ભાવનાઓ મુબારક, તને તારું મને ક્યારેક નજીક લાવવું, ને ક્યારેક દૂર થઈ જવું એ નાટક મુબારક  તો મને તારું આ નાટક માં મૂક પ્રેક્ષક બની ને હસવું મુબારક,  તને તારી આ મોટી જિંદગી મુબારક,  મને મારું મૃત્યુ મુબારક. Sima Rathod